How to clear Gujarat Police Constable Exam LRD-2024 Tips

Gujrat Police constable 2024

2024માં LRD Police Constable બનવા માટે સખત અને આયોજન પૂર્વક ની મહેનત કરવી પડશે. સર્વ પ્રથમ તો તમે Police બનવાની ઈચ્છા ધોરાવો છો તે બદલ હું તમને અભિનંદન પાઠવું છું કારણ કે આ 15 લાખની ભીડમાંથી 15 હજારમાં જવા માટે અલગ નિયમો અને એક સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને તૈયારી કરી ખૂબ જરૂરી છે. સાથે સાથે તમે કરેલી તૈયારી ને નિરંતર રીતે પુનરાવર્તન કરવું પણ જરૂરી છે. પોલીસ કોન્સ્ટેબલ ના નવા આર.આર. આવી ગયા હવે ટુક સમય માં જાહેરાત પણ આવી જશે. શું લાગે છે આટલા ટુકા સમય માં વિશાળ અભ્યાસક્રમ પૂરો કરી શકાશે? આ ભરતી માં પોલીસ બનવા માટે તમારે નીચે આપેલી બાબતો નું ખુબ ધ્યાન રાખવું પડશે.

Police Constable-2024 તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી?

તૈયારીની શરૂઆત કરતા પહેલા અમુક મુદ્દાઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણકે તમારે જ્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય ત્યારે એક વ્યવસ્થિત આયોજન બદ્ધ તૈયારીની ખૂબ જરૂર છે. તો આજે જરૂરિયાત છે તેના ભાગરૂપે મુખ્ય મુદ્દાઓને નીચે વ્યવસ્થિત સમજાવેલા છે તો સૌ પ્રથમ તમે પહેલા મુદ્દાઓને વ્યવસ્થિત સમજી લો જે તમને તૈયારી સ્ટાર્ટ કરતા પહેલા સમજણમાં હોવા ખૂબ જરૂરી છે.

Lrd Policeની તૈયારી શરુ કર્યા પહેલા નીચેની બાબતોનું ધ્યાન રાખવું.

How to clear Gujarat Police Constable Exam LRD-2024 Tips

વાંચવામાં મન ન લાગે ત્યારે શું કરવું?

તમે જ્યારે ઘણા બધા સમય પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વાંચવાનું અને તૈયારી કરવાનું શરૂઆત કરો છો ત્યારે શરૂઆતના સમયમાં તમે સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી આ બેધ્યાન થયેલા મગજને પાછું શાંતિપૂર્વક તૈયારીમાં લાવવા માટે તમે શરૂઆતના સમયમાં તમને મનગમતા પસંદ એવા વિષયને તૈયારીનો પહેલો વિષય તરીકે પસંદ કરો જેથી તમને તેમાં રુચિ લાગશે અને જે તમને ધીમે ધીમે વાંચવામાં મન લાગતી કરી દેશે તે સિવાય તમે કોઈ વાર્તા નું અથવા કોઈ એવું પુસ્તક જે તમને જીવનમાં ઉપયોગી નીવડે તેવા પુસ્તકથી વાંચવાની શરૂઆત કરો જે તમને વાંચવા માટેની આદત પાડવા માટે ઉપયોગી નીવડે. ધીમે ધીમે Police

Police Constable બનવા માટે પાક્કું લક્ષ્ય નિર્ધારિત કરો.

Police Constable બનવું હોય કે પછી ASI-PSI બનવું હોય તો તમારા મન માં નક્કી કરી દો આ પરીક્ષા માં હું બનીને જ રહીશ. આ આદત તમને મન ની શક્તિ વિકસાવવા માં મદદ કરશે. જેથી તમે ખુબ હળવું મન રાખી શકશો જે ભણવા માં ખુબ સરળતા થી યાદ રાખવા કામ લાગશે. તમારી આસ પાસ ની જગ્યાએ પણ તમારા લક્ષ્ય મુજબ ના ફોટો તેમજ

 તમારા વાંચવાના અને તૈયારી કરવાના કલાક નક્કી કરો.

તમે જે પણ કામ કરતા હોય અથવા તો સંપૂર્ણપણે તૈયારી કરતા હોય તો તે તૈયારી કરવાના કલાક છે તે તમારી અનુકૂળતા મુજબ નક્કી કરો અને પછી તે કલાકને તમારા વિષયો મુજબ અલગ અલગ ભાગમાં વહેંચી દો આવું કરવાથી તમે ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી દરેક વિષયને સમયસર માન આપી શકશો અર્થાત સંપૂર્ણ ધ્યાન સાથે વાંચી અને સમજી શકશો.

આ ૨૦૨૪ની ભરતી માં પોલીસ બનવું હોય તો તમારે દર રોજ ના 8 કલાક ઓછામાં ઓછા તૈયારી પાછળ આપવા પડશે. ગણિત અને રીજ્નીંગ ઉપર વધુ ભાર આપવો પડશે જેથી દર રોજ 2 કલાક ગણિત તેમજ 2 કલાક રીજ્નીંગ ને આપવા પડશે તોજ તમે 3 કલાક માં 60 સવાલ હલ કરી શકશો. ગણિત તથા રીજ્નીંગ તમને વધુ માર્ક્સ આપાવે તે રીતે તૈયારી કરો. અને તે સિવાય બીજા વિષયો ને પણ માન આપો.

શાંતિમય જગ્યાએ વાંચન કરવું

વાંચવા માટે એક શાંતિમય વાતાવરણની આસપાસ હોવું ખૂબ જરૂરી છે કારણ કે તમે જે પણ વાંચો છો અથવા તો જે પણ મંથન કરો છો તે ત્યારે જ તમને સમજાવી શકશે જ્યારે તમે તેના ઉપર તમારા વાંચન ઉપર સંપૂર્ણ ધ્યાન આપીને તેને સમજવાનો પ્રયત્ન કરશો અર્થાત તમારે એક એવા વાતાવરણની જરૂર છે જે બિલકુલ શાંતિમય હોય. ઘોંઘાટ વાળી જગ્યા થી દુર રહી ને જ વાંચવુંબની શકે તો લાઈબ્રેરી જોઈન કરી શકો.

ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવું 

બને ત્યાં સુધી તમે તમારી આસપાસ  મોબાઈલ તેમજ લેપટોપ અથવા અન્ય કોઈ ઉપકરણ ન રહેવા દો કારણ કે આજના સમયમાં માનવી એ મોબાઇલ અને અન્ય મનોરંજક સાધનોનો ગુલામ બની ગયો છે જો તમે પોલીસ બનવા માંગો છો તો સર્વ પ્રથમ તમારે તમારી પોતાની જાત ઉપર કંટ્રોલ કરતા શીખવું પડશે અને તેના માટે તમારે તમારી આજુબાજુ મોબાઇલ ન રહે તેનું ધ્યાન રાખવું પડશે તથા તૈયારી કરવાના સમયમાં તમારે તમારો સ્માર્ટફોન ઓફ રાખો જેથી કરીને તમને તૈયારીના સમયમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચે નહીં.

જો તમને રોજ રાત્રે મોબાઈલ ફોન વાપરવાની આદત હોય તો હમણાં થોડા સમય માટે એ આદત ને છોડવી પડશે. જયારે પણ સુવો ત્યારે ફોન હમેશા તમારી પથારી થી દુર રાખવાની આદત રાખો. બિન જરૂરી મોબાઈલ એપ્લીકેશન ફોન માં ન રાખો.

LRD માટે શું વાંચવું એ કઈ રીતે નક્કી કરશો?

LRD Police constable બનવા માટે આયોજન બધ્ધ રીતે વાંચવું પડશે. કારણ કે પહેલા ના અનુભવ પ્રમાણે આશરે 8 થી 10 લાખ લોકો પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા આપશે.lrd બનવા માટે તમારે પહેલા તો નવા આર.આર. મુજબ અભ્યાસક્રમ ને વ્યવસ્થિત કાળજી પૂર્વક કરવો જરૂરી બને છે. અભ્યાસક્રમ જાણવા માટે આર.આર. ની નકલ તમે જોઈ શકો છો.

નવા LRD 2024ના R.R. મુજબ બંધારણ,ગણિત, તાર્કિક કસોટી તેમજ વિજ્ઞાન ઉપર વધારે ભાર મુકવા ની જરૂર લાગે છે. કારણકે આ એવા વિષય છે જેમના પ્રશ્નો LRD 2024ના પેપર માં વધારે પૂછવાની શક્યતા છે.

જુના પેપર પહેલા જોઈ લેવા જેથી તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતના પ્રશ્નો પુછાઈ શકે છે. તેમજ ટેસ્ટ પેપરો વારંવાર આપવા જેથી કેટલું આવડે છે તેમજ કેટલું સીખવાની જરૂર છે તે ખ્યાલ આવી જાય.

વાચેલું કેટલું યાદ છે તે કઈ રીતે ચેક કરવું?

જયારે પણ તમે કોઈ વિષય નો કોઇઇ ટોપિક વાચી લો છો તો પછી તેને આંખો બંધ કરી ને યાદ કરવાનો પ્રયત્ન કરો. જો કઈ યાદ ન આવતું હોય તો ચોપડી ખોલી ને જોઈ લો. ત્યાર બાદ એક નોટ લઇ ને એ ટોપિક વિશે લખવાનું ચાલુ કરો. આડું અવળું જે પણ યાદ આવે લખતા જાવ જો કઈ નથી ય્યાદ આવતું તો એક વાર જોઈ લો અને પછી યાદ કરીને લખ્હ્વાનો પ્રયત્ન કરો. જેથી ફરી વાર જોવું નહિ પડે.

તમારા ગ્રુપ માં વાંચેલા ટોપિક વિશે ચર્ચા કરો પરંતુ યાદ રહે ગ્રુપ ક્યારેય 4 થી વધુ વ્યક્તિ નું ના હોય અને દરેક વ્યક્તિ તમારી જેમ તૈયારી કરતા હોય. આમ ગ્રુપ માં ચર્ચા કરવા થી તમને ખુબ લાભ થશે તેમજ તમારા મિત્ર ને પણ યાદ રહી જશે.

દર અઠવાડિયે એક વાર આખા અઠવાડિયામાં જે પણ વાચ્યું હોય તેનું રીવીજન કરવું ખુબ જરૂરી છે. રીવીજન કરવા તમે ટેસ્ટ પણ આપી શકો છો તેમજ તમારા ખુદ ની બનાવેલી નોટ્સ પણ વાપરી શકો છો.

દરેક વિષયના Freeમાં Test આપવા શું કરવું ?

અમે આવનારા સમય માં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક અનોખી ફ્રિ ટેસ્ટ સીરીજ લઈને આવી રહ્યા છીએ. જેમાં દરેક વિષય ને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ ટેસ્ટ સીરીજ નો મોટો ફાયદો એ છે કે તે,માં ટોપિક પ્રમાણે નાના નાના ટેસ્ટ મુકેલા છે. જેથી વિદ્યાર્થી ને ટોપિક પ્રમાણે તૈયાર્રી કરવી સહેલી પડે. અને જો તે ટોપિક પ્રમાણે આ નાની નાની ટેસ્ટ રોજ આપતો રહે તો રીવીજન આપ મેળે થતું રહેશે. અને તૈયારી પણ થતી રહેશે.

ફ્રિ ટેસ્ટ સીરીજ નો એક ફાયદો એ પણ છે કે તમે કોઈ પણ ટેસ્ટ ગમે તેટલી વાર આપી શકો.

અમે ખાસ class 3 માટે તેમજ lrd 2024 માટે એક ટેસ્ટ સીરીજ તૈયાર કરી છે જેમાં દરેક વિષય ની ટોપિક પ્રમાણે ટેસ્ટ મુકેલા છે જે તમને રીવીજન કરવા માં તથા કેટલું યાદ છે તે ચેક કરવા માં ખુબ ઉપયોગી બનશે. અમને રોજ બરોજ ગણા બધા વિદ્યાર્થીઓ ના મેસેજ આવે છે કે આ ટેસ્ટ સીરીજ એમને ખુબ ઉપયોગી બને છે. તમને બી ઉપયોગી નીવડશે.

ટેસ્ટ આપવા માટે Sarkari Result Hub ઉપર ક્લિક કરી શકો છો.


જો તમે રોજ આવતા ટેસ્ટ અને ભરતી કે નોકરી ની માહિતી વાળી પોસ્ટ ની માહિતી જોવા માંગતા હોય તો તમે અમારી ટેલીગ્રામ ચેનેલ ને જોઈન કરી શકો છો. જોઈન થવા માટે ટેલીગ્રામ ઉપર ક્લિક કરો.

What is the salary of LRD Constable in Gujarat police?

The Gujarat Police LRB Constable Salary is Rs 19,950 along with other benefits.

What is Full Form of LRD Gujarat?

LRD Full Form is Lok Rakshk Dal.

What is the highest salary in Gujarat Police Constable?

Gujarat Police Constable Avg.Annual Salary is ₹1.9 Lakh – ₹3 Lakh/yr

What is the qualification for Constable in Gujarat?

The candidate must have passed the 12th Pass from any recognized board & equivalent to it.

read about Letest Results

Also read about Letest Admit Card Download

Scroll to Top